ટંકારાના નાના ખીજડીયામાં અનુ.જાતિના 100 કુટુંબોને સાંથણીની જમીન ફાળવવાની માંગ

- text


15 દિવસમાં કાર્યવાહી નહિ થાય તો પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કરવાની ચીમકી

ટંકારા : ટંકારાના નાના ખીજડીયા ગામે અનુ.જાતિના 100 જેટલા પરિવારોને સાંથણીની જમીન આપવા જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી છે. જો આ અંગે કાર્યવાહી નહિ થાય તો 15 દિવસમાં પ્રતીક ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.

નરશીભાઈ ભીખાભાઈ વરણએ રજુઆતમાં જણાવ્યું હતું કે નાના ખીજડીયા ગામે 100 જેટલા અનું. જાતિના પરિવારો રહે છે. જે મજૂર વર્ગના છે. 5 વર્ષ પૂર્વે કલેકટર કચેરી સામે ઉપવાસ આંદોલન કરેલ હતું. તે સમયના અધિક કલેકટર દ્વારા હકારાત્મક અભિગમ અપનાવી સાથની અંગે 30 દિવસમાં જાહેરનામું બહાર પાડવામાં આવશે તેવી લેખિત બંધેનધરી આપવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ કોઈ કાર્યવાહી થઈ ન હતી. હવે 15 દિવસમાં આ અંગે કાર્યવાહી નહિ થાય તો પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે.

- text

- text