મોરબી તાલુકામાં કોરોનાના આજે નવા 11 કેસ

- text


વાંકાનેર, હળવદ, ટંકારા અને માળિયા તાલુકામાં એકય કેસ નહિ

મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાના નવા 11 કેસ નોંધાયા છે. બીજી તરફ આજે 11 દર્દીઓ રિકવર પણ થતા એક્ટીવ કેસ યથાવત સ્થિતિમાં રહ્યા છે.

મોરબી જિલ્લામાં આજે આરોગ્ય વિભાગ દ્વારા 800 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 11 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.નમોરબી ગ્રામ્યમાં 8 અને મોરબી શહેરમાં 3 કેસ નોંધાયા છે. મોરબી સિવાયના તમામ તાલુકામાં કોરોના કેસ નીલ રહ્યા છે

- text

બીજી તરફ આજે મોરબીના 10 અને માળિયાના 1 મળી કુલ 11 દર્દીઓ રિકવર થયા છે. જેથી એક્ટિવ કેસની સંખ્યા 124 જેટલી યથાવત રહી છે.

- text