શિષ્યવૃત્તિ પરીક્ષામાં મોરબીની નિર્મલ વિદ્યાલયના વિદ્યાર્થીઓ ઝળક્યા

- text


મોરબી : મોરબીની નિર્મલ વિદ્યાલય શૈક્ષણિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહેતી હોય છે ત્યારે આ વર્ષે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં નિર્મલ વિદ્યાલયમાંથી 85 વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરીને જિલ્લાભરમાં ડંકો વગાડ્યો છે.

નિર્મલ વિદ્યાલયમાંથી 85 વિદ્યાર્થીઓએ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા પાસ કરી છે. જેમાંથી 4 વિદ્યાર્થીઓ મેરિટ ગુણાંક મેળવીને જિલ્લા કક્ષાએ સ્થાન મેળવી શાળા, પરિવાર અને મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ પરીક્ષામાં નિર્મલ વિદ્યાલયના અઘારા કવન અને જાની શિવાંગે 200માંથી 180 ગુણ મેળવીને મોરબી જિલ્લામાં બીજો નંબર અને તાલુકામાં પ્રથમ નંબર મેળવ્યો છે. તો કગથરા પ્રિતે 200માંથી 178 ગુણ મેળવીને જિલ્લામાં ચોથો નંબર, હડિયલ હાર્દિકે 200માંથી 175 ગુણ મેળવીને જિલ્લામાં છઠ્ઠો નંબર અને ગામી વત્સલે 174 ગુણ મેળવીને જિલ્લામાં સાતમો નંબર પ્રાપ્ત કર્યો છે. તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર અભિનંદન પાઠવે છે.

- text

- text