હળવદના કડીયાણામા રોજડાનો શિકાર, ચાર ઝડપાયા

- text


બંદૂકના ભડાકાનો અવાજ આવતા ગામલોકો દોડી ગયા : રોજડાનો શિકાર થયાનું બહાર આવતા વિહીપના અગ્રણીઓ અને ગામલોકોએ ફોરેસ્ટ ટીમને સાથે રાખીને ચારને ઝડપી લીધા

હળવદ : હળવદના કડીયાણા ગામની સીમમાં બંદૂકના ભડાકાનો અવાજ આવતા ગામલોકોની તપાસમાં રોજડાનો શિકાર થયાનું બહાર આવતા વિહીપના અગ્રણીઓ અને ગામલોકોએ ફોરેસ્ટ ટીમને સાથે રાખીને ચારને ઝડપી લીધા હતા.

હળવદના કડીયાણા ગામે આવેલ જેઠાભાઈ પટેલની વાડીની આસપાસ બંદૂકના ભડાકાનો અવાજ આવતા ગામલોકો ત્યાં દોડી ગયા હતા વાડીમાંથી રોજડાનું માસ મળી આવતા શિકારીઓએ દેશી બંદૂકથી ભડાકા કરીને રોજડાનો શિકાર કરીને મિજબાની માણતા હોવાનું બહાર આવ્યું હતું.

વધુમાં ગ્રામજનોએ આ અંગેની જાણ વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ અને ફોરેસ્ટ વિભાગને કરતા ટીમ દોડી આવી હતી અને ગામલોકોએ હિન્દુ પરિષદના અગ્રણીઓ અને ફોરેસ્ટ ટીમ રોજડાનો શિકાર કરતા ચાર ઈસમોને દેશી બંદૂક, બાઈક, ગાડી સાથે ઝડપી લીધા હતા.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે આ માળીયા પંથકના શિકારીઓએ બંદૂકથી રોજડાનો શિકાર કર્યો હોવાનું સામે આવ્યું છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ઘણા સમયથી માળીયા પંથકના શિકારીઓએ બંદૂકથી રોજડાનો શિકાર કરતા હોવાનું જણાવી રહ્યા છે. હાલ ચાર શખ્સો ગાડી, બાઈકમાં આવી આ શિકાર કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જેમાં હળવદના કડિયાણા જંગલ વિસ્તારમાં બનેલી આ ધટનામાં વન વિભાગની ટીમે ચાર શખ્સોએને ઝડપી પાડ્યા હતા. રોઝડાનો શિકાર કરી તેના માસના કટકા પણ સ્થળ પરથી મળી આવ્યા હતા. બારબોરની બંદુક, બોલેરો ગાડી, ૨ મોટર સાઈકલ, ૨ છરી અને મૃત રોઝડાને વન વિભાગે કબજે કર્યું હતું અને આરોપી મંજુર હુસેન આદમભાઈ, ફારુક નિઝામ મહમદ, જેઠાભાઈ મનજીભાઈ પટેલ,પ્રવીણભાઈ જેઠાભાઈ પટેલને અટક કરી વન વિભાગે ચારેય સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text