મોરબીના વજેપરની કલ્યાણ શાળાના બાળકોની આરોગ્ય તપાસણી થઈ

- text


મોરબી: રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ તથા નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત મોરબીના વજેપર ખાતે આવેલી કલ્યાણ પ્રાથમિક શાળાના 330 બાળકોની પ્રાથમિક આરોગ્ય તપાસણી કરાઈ હતી.

આજરોજ મોરબી તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ તથા નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત વજેપર ખાતે આવેલી કલ્યાણ પ્રાથમિક શાળામાં ડો.અમિત ઘેલાણી અને ડો. શીતલ જાની દ્વારા 330 બાળકોની પ્રાથમિક આરોગ્ય તપાસણી તથા પ્રાથમિક આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત NHOP સંલગ્ન સિવિલ હોસ્પિટલના દાંતના સર્જન ડો. મોનિકા જાની અને સહાયક અલ્કાબેન જોશી દ્વારા તમામ બાળકોના દાંતની તપાસ અને દાંત તથા પેઢાના રોગોની જાગૃતતા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

- text

- text