પ્રદેશ ભાજપ અધ્યક્ષના જન્મદિવસે મોરબીમાં રક્તદાન કેમ્પ યોજાયો

- text


મોરબી: આજરોજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મદિવસ નિમિતે મોરબી શહેર ભાજપ અધ્યક્ષ લાખાભાઇ જારીયાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા ભાજપ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનોએ રક્તદાન કરી યુવાનોને રક્તદાન કરવા પ્રેરણા આપી હતી.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મદિવસ નિમિતે મોરબી શહેર યુવા ભાજપ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી-માળીયાના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, શહેર ભાજપ અધ્યક્ષ લાખાભાઇ જારીયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નિર્મળભાઈ જારીયા, શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કણઝારીયા તેમજ યુવા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા અને જિલ્લા તેમજ શહેર યુવા ભાજપના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text