વાંકાનેરના વિરપરમાં એલસીબી ત્રાટકી, દેશી વિદેશી દારૂ સાથે એકને દબોચ્યો

- text


વાડીમાંથી 24 લીટર દેશી દારૂ બનાવવાનો આથો ઝડપાયો, 36 બોટલ દારૂ પણ કબ્જે

વાકાનેર : મોરબી એલસીબી ટીમે ગઈકાલે વાંકાનેર તાલુકાના વિરપર ગામની સીમમાં દરોડો પાડી એક શખ્સને વિદેશી દારૂની 36 બોટલ તેમજ દેશી દારૂ બનાવવના 2400 લીટર આથાના જથ્થા સાથે ઝડપી લીધો હતો, આ કેસમાં વિદેશી દારૂ સપ્લાય કરનાર શખ્સનું નામ ખોલાવવામાં પણ પોલીસને સફળતા મળી હતી.

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વિરપર ગામની ખીમીવાડો તરીકે ઓળખાતી સીમમાં એલસીબી ટીમે બાતમીને આધારે દરોડો પાડતા આરોપી અજય વાઘજી ડાંગરોચાની કબજાવાળી વાડીમાંથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડની 36 બોટલ દારૂ કિંમત રૂપિયા 13,500 તેમજ વાડીની બાજુમાં ખરાબામાંથી દેશી દારૂ બનાવવાનો 24 લીટર આથો કિંમત રૂપિયા 4800 મળી આવતા પોલીસે કુલ રૂપિયા 18,300નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- text

વધુમાં આરોપી અજયને વિદેશી દારૂનો જથ્થો મૂળી તાલુકાના નાડધ્રી ગામનો બળુભા જીલુભા ઝાલા નામનો શખ્સ આપી ગયો હોવાનું જણાવતા પોલીસે બળુભાને ફરાર દર્શાવી બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text