વાંકાનેરમાં એલસીબી ટીમે બે વરલી ભક્તને ગિરફ્તાર કર્યા

- text


વાંકાનેર : વાંકાનેર શહેરમાં વરલી મટકાનો જુગાર બિન્દાસ્ત પણે ખેલાઈ રહ્યો હોય એલસીબી ટીમે રેલવે સ્ટેશન રોડ ઉપર દરોડો પાડી બે વરલીભક્તને રંગે હાથ ઝડપી લઈ અન્ય ત્રીજા શખ્સનું નામ ખોલાવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે વાંકાનેર રેલવે સ્ટેશન રોડ ઉપર ગેબી પાન પાસે દરોડો પાડી જાહેરમાં વરલી મટકાના જુગારની કપાત લઈ રહેલા રાજદીપસિંહ દિલુભા જાડેજા અને દેવરાજ ઉર્ફે પિન્ટો નાગજી સુરેલા નામના શખ્સને વરલી મટકાની ચિઠ્ઠી, બોલપેન, બે મોબાઈલ અને રોકડા રૂપિયા 8250 સહિત 9750ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. વધુમા બન્ને આરોપીઓ વરલી મટકાના જુગારમાં ક્રિપાલસિંહ જાડેજાની સંડોવણી હોવાની કબૂલાત આપતા એલસીબી પોલીસે ત્રણેય વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

- text