પરપ્રાંતિય મજૂરોની નોંધ નહિ કરનાર ત્રણ સિરામિક કોન્ટ્રાક્ટરો પોલીસની ઝપટે

- text


 વાંકાનેર તાલુકા પોલીસે લાકડધાર અને ઢુંવા માટેલ રોડ ઉપર સપાટો બોલાવી જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી

વાંકાનેર : મોરબીના સિરામિક એકમોમાં મોટાપ્રમાણમાં પરપ્રાંતીય શ્રમિકો કામ કરી રહ્યા હોય જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એસ્યોર મોરબી એપમાં તમામ શ્રમિકોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવ્યું હોવા છતાં લેબર કોન્ટ્રાક્ટરો દ્વારા કાયદાનું પાલન ન કરવામાં આવતા ગઈકાલે વાંકાનેર તાલુકા પોલીસે સપાટો બોલાવી ત્રણ લેબર કોન્ટ્રાકટર વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ગઈકાલે જિલ્લા મેજિસ્ટ્રેટના એશ્યોર મોરબી એપના અમલીકરણ મામલે વાંકાનેર તાલુકાના લાકડધાર રોડ ઉપર આવેલ સદભાવ સીરામિકમાં ચેકીંગ કરતા લેબર કોન્ટ્રાકટર કિરીટસિંહ મહિપતસિંહ તુવાર દ્વારા એશ્યોર મોરબી એપમાં પરપ્રાંતીય શ્રમિકોનું રજિસ્ટ્રેશન કરવામાં ન આવ્યું હોવાનું સામે આવતા આઇપીસી કલમ 188 મુજબ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.

- text

આ ઉપરાંત લાકડધાર રોડ ઉપર આવેલ લેમ્બ સિરામિક કારખાનામાં ચેકીંગ દરમિયાન સોનુકુમાર શિવન યાદવે પણ એશ્યોર મોરબી એપમાં પરપ્રાંતીય શ્રમિકોનું રજિસ્ટ્રેશન નહિ કરવાની સાથે શ્રમિકોના આધાર પુરાવા ન રાખ્યા હોવાથી જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.

જ્યારે માટેલ – ઢુંવા રોડ ઉપર આવેલ ઇટકોસ ગ્રેનિટો સીરામીક કારખાનામાં લેબર કોન્ટ્રાકટર શૈલેષ ધનજી ડાકા રહે. હડમતીયા વાળાએ પણ પરપ્રાંતીય શ્રમિકને કામે રાખી આધાર પુરાવા નહિ મેળવી એશ્યોર મોરબી એપમાં રજિસ્ટ્રેશન નહિ કરાવતા વાંકાનેર તાલુકા પોલીસે જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી તમામ કારખાનેદારોને શ્રમિકોની નોંધ વહેલીતકે કરાવી લેવા કડક સંદેશ આપ્યો હતો.

- text