મોરબીના લાતીપ્લોટમાં જુગારધામ ઝડપાયું

- text


ત્રણ માળની ઓફિસમાં નિવૃત પોલીસ કર્મીએ જુગારધામ શરૂ કરતા એલસીબીનો સપાટો, 2.91 લાખ રોકડા સહિત 7 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

મોરબી : મોરબીના લાતીપ્લોટમા ઓફિસમાં જુગારધામ ધમધમી રહ્યું હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડી જુગારની મહેફિલ માણી રહેલા 10 જુગારીઓને રોકડા રૂપિયા 2.91 લાખ સહિત કુલ 7 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લેતા જુગારી આલમમાં ફફડાટ મચી ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને સચોટ બાતમી મળી હતી કે લાતીપ્લોટ શેરી નંબર 1 ને 2 વચ્ચે રિદ્ધિ સિદ્ધિ પાન વાળી શેરીમાં પ્રિયદર્શન ઉર્ફે પીપી પૂર્ણશંકર ઠાકર નામની વ્યક્તિ નાલ ઉઘરાવી પોતાની ઓફિસમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે, જે બાતમીને આધારે એલસીબી ટીમે ગઈકાલે બપોરે દરોડો પાડતા જુગાર રમી રહેલા પ્રિયદર્શન ઉર્ફે પી.પી. પુર્ણશંકર ઠાકર, ભરતભાઇ તળશીભાઇ સાંદેશા, અક્ષય મગનભાઇ વિઠ્લાપરા, કાળુભાઇ ગંગારામભાઇ મોરતરીયા, કાંતીલાલ માવજીભાઇ શેરરીયા, દિનેશભાઇ વલ્લભભાઇ રંગપરીયા, રણદીપભાઇ હરજીભાઇ કાવઠીયા, જયેશભાઇ કેશવજીભાઇ કલોલા, રમજાન ગફુરભાઇ માલાણી અને કપીલભાઇ ભગવાનજીભાઇ અધારાને તિનપતિનો જુગાર રમતા રંગેહાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 2,91,400, મોબાઇલ ફોન નંગ-15 કિમત રૂ.81000 તથા વાહન નંગ-3 કિમત રૂ.3.30 લાખ સહિત કુલ રૂપિયા 7,02,400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- text

જુગાર દરોડાના આ કિસ્સામાં જુગારધામના સંચાલક નિવૃત પોલીસ કર્મી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. હાલ એલસીબી ટીમે દસેય જુગારીઓ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા અન્વયે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

- text