મોરબીના રફાળેશ્વર નજીક ચાર દુકાનને નિશાન બનાવતા તસ્કરો

- text


બે દુકાનોમાં નાની મોટી ચીજવસ્તુઓની ચોરી અન્ય બે દુકાનમાં ચોરીનો પ્રયાસ

મોરબી : મોરબીમાં તસ્કરો વધુ સક્રિય થઈને તરખાટ મચાવતા હોવાના એંધાણ મળ્યા છે. જેમાં સીરામીક પ્લાઝાની 50 ઓફિસોના તાળા તોડી હાહાકાર મચવ્યા બાદ પણ સતત કોમ્બિગ ચાલુ રાખી મોરબીના રફાળેશ્વર નજીક ચાર દુકાનને નિશાન બનાવી પોલીસને રોક શકો તો રોક લો નો પડકાર ફેક્યો છે.બે દુકાનોના નાની મોટી ચીજવસ્તુઓની ચોરી અન્ય બે દુકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો છે.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર આવેલ સીરામીક પ્લાઝાને તસ્કરોએ બુધવારે રાત્રે નિશાન બનાવી એકીસાથે 50 ઓફિસોના તાળા તોડી પોલીસને પડકાર ફેકયા બાદ વધુ એક વખત ચોરી કરીને પડકાર ફેંક્યો છે. જેમાં મોરબીના રફાળેશ્વર ગામ આજુબાજુની દુકાનોમાં ગતરાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરોએ ચાર દુકાનોને નિશાન બનાવી હતી. તસ્કરોએ રફાળેશ્વર નજીક ચાર દુકાનોના તાળા તોડ્યા તેમાં ગુરુકુપા ઇલેક્ટ્રિક નામની દુકાનમાં રૂ.200 સહિતની પરચુરણ તેમજ ક્રિષ્ના ઘુઘરા નામની નાસ્તાની કેબિનમાંથી રૂ.600 રોકડા અને ચાર સેવના પેકેટની ચોરી કરી હતી. જ્યારે પુજારા મોબાઈલ શોપના તાળા ન તૂટતા આ દુકાન બચી ગઈ હતી અને અન્ય એક દુકાનમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો. જો કે તસ્કરો હાઇવે ઉપર આવેલી દુકાનોને વધુ નિશાન બનાવતા હોવાથી હાઇવે પર પોલીસના કહેવાતા નાઈટ પટ્રોલીગ સામે લોકોએ સવાલ ઉઠાવ્યા છે.

- text