હળવદની ટ્રેકટર ટ્રોલી ચોર તસ્કર બેલડી વિરુદ્ધ વધુ એક ફરિયાદ

- text


હળવદ : હળવદ તાલુકામાં ટ્રેક્ટરની ટ્રોલી ચોરી તરખાટ મચાવનાર તસ્કર બેલડી વિરુદ્ધ વધુ એક ફરિયાદ હળવદ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ બે દિવસ પૂર્વે હળવદ પોલીસે ટ્રેકટરની ટ્રોલીની ચોરી કરતા મેરૂપરના જીજ્ઞેશ ભરતભાઇ ખેર અને માનસરના સચિન બાબુભાઇ મેઘાણીને ચોરાઉ ટ્રોલી અને ટ્રેકટર સાથે ઝડપી લીધા બાદ ગઈકાલે હળવદના મહાદેવનગરના હરિલાલ છગનલાલ પારેજીયાએ ગત તા.31ડિસેમ્બરની રાત્રીના આ બન્ને તસ્કર બેલડીએ તેમની 45 હજારની કિંમતની ટ્રેક્ટરની ટ્રોલીની ચોરી કરી હોવા અંગે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text