મોરબીના હોસ્પિટલ ઝોન વિસ્તારમાં ધોળે દહાડે રિક્ષામાંથી રોકડ અને ડોક્યુમેન્ટની ઉઠાંતરી

- text


રીક્ષાની ડેકીનું તાળું તોડી ચોરી કરી ફરાર થઇ જતો ગઠિયો સીસીટીવીમાં કેદ

મોરબી : મોરબીના હોસ્પિટલ ઝોન ગણાતા સાવસર પ્લોટમાં ગઈકાલે ધોળા દહાડે રિક્ષામાંથી ગઠિયાએ રોકડ અને ડોક્યુમેન્ટની ઉઠાંતરી કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં રીક્ષાની ડેકીનું તાળું તોડી ચોરી કરી ફરાર થઇ જતો ગઠિયો સીસીટીવીમાં કેદ થઈ ગયો છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મોરબીના હોસ્પિટલ ઝોન ગણાતા સાવસર પ્લોટમાં માટેલના રીક્ષા ચાલક રાજેશભાઇ બટુકભાઈ મારવણીયા ગઈકાલે પોતાની રિક્ષામાં એક દર્દીને દવાખાને લઈને આવ્યા હતા.આ રીક્ષા ચાલક કોઈ કામસર થોડા દૂર થયા એટલી જ વારમાં એક ગઠિયાએ એકલી રહેલી રિક્ષાને નિશાન બનાવી રીક્ષાની ડેકી તોડી તેમાંથી રૂ. 6 હજાર રોકડ અને આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ, એટીએમ કાર્ડ સહિતના ડોક્યુમેન્ટબી ચોરી કરીને રફુચક્કર થઈ ગયો હતો. બાદમાં રીક્ષા ચાલકે ડેકી તૂટેલી જોતા ચોરી થયા અનુમાન સાથે બાજુના સીસીટીવી ફૂટેજ ચકાસતા એક ગઠિયો કળા કરતો સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો.આવા બનાવો વાહનોમાં અગાઉ પણ અહીં બની ચુક્યા છે. ત્યારે આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ગઠિયાની ભાળ મેળવવા તપાસ હાથ ધરી છે.

- text

- text