હળવદમાં મહર્ષિ ગુરુકુલના છાત્રોએ જાતે બનાવેલી ચટપટી વાનગીઓની જ્યાફત ઉડી

- text


 

કોલેજના અભ્યાસ બાદ વ્યવસાયમાં વિધાર્થીઓ પારંગત બને તેવા હેતુસર વિધાર્થીઓ જાતે જ બજારમાં મળતી અવનવી વાનગીઓ જાતે બનાવીને બજાર કરતા રાહતભાવે વેચીને પણ નફો મેળવ્યો

હળવદ : હળવદના મહર્ષિ ગુરુકુલમાં વિધાર્થી ભાઈ બહેનો દ્વારા ફૂડ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કોલેજના બી.સી.એ., બી.એસ.સી અને બીએડના વિધાર્થી ભાઈ બહેનો દ્વારા જાતે જ તૈયાર કરવામાં આવેલ વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓના 25 જેટલા સ્ટોલ મુકવામાં આવ્યા હતા. વિધાર્થીઓ દ્વારા વિવિધ વાનગીઓ જાતે જ તૈયાર કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ જ આ ચટપટી અવનવી વાનગીઓ બનાવ્યા બાદ અન્ય મોટા વિધાર્થીઓએ આ વાનગી આરોગી હતી.

હળવદના મહર્ષિ ગુરુકુલના કોલેજના અભ્યાસ કરતા વિધાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓમાં અભ્યાસ પછી અલગ અલગ ખાણી પીણીના વ્યવસાયમાં ઝંપલાવે તો તેઓ સફળ વેપારી બની શકે તે માટે તેમના હાથે જ બનાવેલી બજારમાં મળતી ખાણી પીણીના ચટપટી વાનગીઓને સ્ટોલમાં મૂકીને વિધાર્થીઓ જ વેપારી બન્યા હતા. ખાસ કરીને દાબેલી, ચીઝ અને સાદી, કાચી અને બટર સેન્ડવીચ, પફ સેન્ડવીચ, વિવિધ ફેલવરની પાણીપુરી રગડા અને સાડી ભેળ, સેવ પુરી, શેરડીનો રસ, જુદાજુદા ફેલવરના પીજા, મીઠું પાન, વડાપાઉ સહિતની અનેક વિધ વાનગીઓ વિદ્યાર્થીઓએ જાતે જ બનાવીને વેચી પણ હતી. આ અન્ય વિધાર્થીઓને આ વાનગી આરોગવા માટે ટોકન સિસ્ટમ રાખવામાં આવી છે.જેમાં મૂળ સ્ટોલેથી ટોકન મેળવ્યા બાદ જ જે તે વિધાર્થીઓને વાનગી આરોગવા મળી હતી. વાનગીઓ વિધાર્થીઓએ ખિસ્સા ખર્ચથી આ વાનગીઓ બનાવી બજાર કરતા પણ ઓછા ભાવ રાખી તેમજ વાનગી એટલી ચટપટી અને સ્વાદિષ્ટ બની હતી કે ઘણા સ્ટોલમાં વાનગીઓ ખૂટી પડી હતી અને વિધાર્થીઓને ફરી ઘરેથી વાનગી માટે કાચો માલ મંગાવીને બનાવવી પડી હતી.

- text

મોટાભાગની વિધાર્થીનીઓએ બજારમાં જે નાસ્તા રૂપે વાનગીઓ વેચાતી હોય તે જ હાથેથી બનાવી હતી. તેમાંય પાણીપુરી, દાબેલી, પીઝા, ભેળ સહિતની વાનગીઓ મોટા વિધાર્થી સમુદાયે આરોગી હતી અને બજાર કરતા નીચા ભાવ હોવાથી આ વાનગી બનાવવાનો ખર્ચ તો નીકળી ગયો ઉપરાંત ઘણી વિધાર્થીનીઓને નફો પણ થયો હતો. વાનગી એટલી સ્વાદિષ્ટ હતી કે ઘણા સ્ટોલમાં વાનગી ખાવા માટે વિધાર્થીઓએ ભારે ઘસારો કર્યો હતો અને અહીં હોસ્ટેલમાં ભણતા વિધાર્થીઓએ પૈસા દઈને આ વાનગી ખરીદીને ખાધી હતી આખો દિવસ આ વાનગીઓના 25 સ્ટોલમાં ભારે જ્યાફત ઉડી હતી. વાનગીઓ બનાવનાર વિધાર્થીઓએ જાતે રસોયા બનીને વેપાર કરવા બાબતે ભારે સંતોષ વ્યક્ત કર્યો હતો અને વસ્તુ બનાવવાથી માંડીને વેચવા સુધી ખૂબ મજા પડી ગઈ હોવાનું પણ જણાવ્યું હતું.આ ફૂડ ડે પાછળ હળવદ મહર્ષિ ગુરુકુલનો એ હેતુ હતો કે જે વિધાર્થીઓ બહાર બજારમાં ખાણીપીણી નાસ્તા રૂપે આરોગે કે તે કેટલી સ્વાદિષ્ટ હોય અને કઈ વસ્તુ કેટલા ભાવે ઉત્તમ ક્વોલિટીમાં મળે તેમજ કોલેજ છૂટ્યા પછી વિધાર્થીઓ ખાણીપીણીનો વ્યવસાય કરે તો પાછા ન પડે.

- text