હળવદના દેવીપુરથી સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ

- text


 

કલેક્ટર,તાલુકા પંચાયત પ્રમુખ,સરપંચ સહિતનાઓ ઉપસ્થિતિ રહ્યા

હળવદ : હળવદના દેવીપુર ગામે આજે સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ વેળાએ અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિ રહ્યા હતાં.

જળ સંચયનો વ્યાપ વધારવા સુજલામ સુફલામ અભિયાન હેઠળ વિવિધ કાર્યો હાથ ધરવામાં આવનાર છે. હળવદ તાલુકાના દેવીપુર ગામથી આજે સવારે 9:30 કલાકે આ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ વેળાએ તા.પં. પ્રમુખ બકુબેન પઢીયાર, મોરબી જિલ્લા કલેકટર પંડ્યા તેમજ પાલિકા પ્રમુખ રમેશભાઈ પરેજીયા, રણછોડભાઈ દલવાડી,નિલેશભાઈ ગામી,દેવીપુના સરપંચ મનીષાબેન રમેશભાઈ સોનગ્રા,ઉપસરપંચ મનોજભાઈ, બચુભાઈ પટેલ,પ્રવીણભાઈ પટેલ, ઘનશ્યામભાઈ પીપળીયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text