મોરબીમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

- text


રોડ રસ્તા, સિચાઈ તથા પીવાના પાણી અને ડ્રેનેજ વ્યવસ્થા જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવા જણાવાયું

મોરબી : મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં સુચારૂ શિક્ષણ માટે શાળાઓ બનાવડાવી, જન હિતના વિકાસ કામો કરવા, ડ્રેનેજ વ્યવસ્થા સુચારૂ બનાવવા, રોડ રસ્તા, ખેતર વિસ્તારમાં પાણી આપવા, છેવાડાના ગામડા સુધી પાણી પહોંચાડવું, ડેમ ભરવા, રમત-ગમત માટે મેદાન ફાળવણી, તેમજ મંજુર થયેલ આંગડવાડી શરૂ કરવી વગેરે મુદ્દાઓ પર ભાર મૂકી વિશેષ કામગીરી કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર જી. ટી.પંડ્યા સાથે જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર, મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારી, કચેરીઓના વડા અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text