ઉદ્યોગકારોના ઘેરાવને પગલે 15 દિવસમાં વીજ પ્રશ્ન હલ કરવાની અધિકારીની ખાતરી

- text


મોરબી : મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલા વિવિધ ઔદ્યોગિક એકમોમાં નિયમિત વીજ પુરવઠો આપવામાં આવતો ન હોય વારંવાર વીજળી ગુલ થયા કરતી હોય સતત વીજ ધાંધિયાથી ઉધોગોમાં ઉત્પાદન પ્રક્રિયા પર માઠી અસર થતા સતત પાવર ટ્રેપિંગથી કંટાળી ગયેલા ઉધોગકારો અગાઉથી આપેલા એલાનને કારણે જ વીજ કચેરીએ ચાંપતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો.

દરમિયાન અગાઉ આપેલા એલાન મુજબ ગઈકાલે ઉધોગકારો અને શ્રમિકો બેનેરો સાથે મોટી સંખ્યામાં વીજ કચેરીએ ઘેરાવ કરતા પોલીસે વીજ કચેરીને બંધ કરીને કચેરી પાસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેતા આ મામલો વધુ ઉગ્ર બનતા અટક્યો હતો.આ પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ પીજીવીએલ કચેરીને ઘેરાવ બાદ કાર્યપાલક ઈજનેર ગોસ્વામીએ ત્યાં દોડી જઈને ઉધોગકારોની રજુઆત સાંભળી હતી અને 15 દિવસમાં આ પ્રશ્ન હલ કરવાની ખાતરી આપી હતી. તેમજ પીપળીયા સબ ડિવિઝનના અધિકારીએ જણાવ્યું હતું કે,આ વીજળી ગુલની સમસ્યાનો અગાઉથી સર્વે કરી તેમજ બે બુધવારે બંધ રાખી સમારકામ કરવામાં આવશે.

- text

- text