મોરબીમાં જિલ્લામા સામૂહિક સૂર્ય નમસ્કાર સ્પર્ધામા 400 સ્પર્ધકો જોડાયા

- text


મોરબી : મહર્ષિ દયાનંદ સરસ્વતીજીનો જીવન પરિચય વિદ્યાર્થી, યુવાનો, માતા-પિતા અને સમસ્ત નાગરિકને મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે ગત તારીખ 12 ફેબ્રુઆરી 2023 ને રવિવારના રોજ વિનય કરાટે એકેડેમી અને ભક્તિ યોગ કેન્દ્ર દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની જન્મજયંતિ નિમિત્તે “સામૂહિક સૂર્યનમસ્કારની સ્પર્ધા 2023” નું આયોજન રામોજી ફાર્મ, (રવાપર) કેનાલ રોડ, મોરબી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં આશરે 400 સ્પર્ધકોએ ભાગ લઈ સૂર્ય નમસ્કાર કર્યા હતા.

સ્પર્ધાના દિવસે વહેલી સવારે રિપોર્ટિંગ સમય સવારે 6 વાગ્યાથી પણ વહેલા સ્થળ પર બહોળી સંખ્યામાં સ્પર્ધકો હાજર રહેતા તેમની યોગ અને સૂર્યનમસ્કાર વિષયમાં રહેલ રુચિ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાઈઓ સાથે વધુ સંખ્યામાં બહેનો અને વડીલો મળીને આશરે 400 સ્પર્ધકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. મોટાભાગના બધા સ્પર્ધકો દ્વારા શરૂના બે-કલાક સુધી સતત સામૂહિક સૂર્યનમસ્કાર કરાયા હતા.

વિજેતા નક્કી કરવા ફાઇનલ રાઉન્ડના અંતે કુલ 451 સામુહીક સૂર્યનમસ્કાર પૂર્ણ કરાયા. દરેક વિભાગમાં સૌથી વધુ સૂર્યનમસ્કાર કરનાર 1, 2 અને 3 નંબર મેળવનાર સ્પર્ધકને ટ્રોફી, પ્રમાણપત્ર અને યોગમેટ અને 4 થી 10 નંબર મેળવનાર વિજેતાઓને પ્રમાણપત્ર અને યોગમેટ પુરસ્કાર રૂપે, આમંત્રિત મહેમાનોના હસ્તે આપવામાં આવ્યા હતા.

સ્પર્ધામાં મુખ્ય અતિથિ સ્થાને પધારેલા આચાર્ય નરેશજી દ્વારા પ્રેરણાદાયી પ્રવચન આપવામાં આવ્યું હતું. અન્ય આમંત્રિત મહેમાનોમાં મનોજભાઈ ઓગણજા (સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ પ્રમુખ), પ્રેમજીભાઈ ડાભી, જીતુભાઈ વડસોલા (નીલકંઠ વિદ્યાલય ટ્રસ્ટી), મહેશભાઈ ભોરણીયા (માતૃ વંદના ટ્રસ્ટ), ઘનશ્યામસિંહ ચુડાસમા (આર્ય સમાજ મોરબી પ્રમુખ), ચિંતનભાઈ ત્રિવેદી (નેચરો થેરાપીસ્ટ, મોટીવેશનલ સ્પીકર, રાજકોટ), ભૂમિબેન ભૂત (એથલિસ્ટ), નવનીતભાઈ કાસુન્દ્રા (નીલકંઠ વિદ્યાલય), વિજયભાઈ રાવલ (આર્ય સમાજ મોરબી), કલ્પનાબેન જોશી (રેકી ગુરુ), વિરેન્દ્રભાઈ મેરજા (આસ્થા હોસ્પિટલ), ભારતીબેન રંગપરીયાએ (મહિલા રાજ્ય કાર્યકારિણી પતંજલિ) ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

સમગ્ર સ્પર્ધાનું સંકલન, વાલજીભાઈ પી. ડાભી (વિનય કરાટે એકેડેમી અને ભક્તિ યોગ કેન્દ્ર) દ્વારા કરાયું હતું. મોરબી તાલુકા સંકલન કામગીરી ચાંદનીબેન ધોરિયાણી, મયુરભાઈ કારિયા, મનીષાબેન રાચ્છ, દિલીપભાઈ કંઝારીયા દ્વારા, ટંકારા તાલુકા સંકલનની કામગીરી કંચનબેન સારેસા દ્વારા અને વાંકાનેર તાલુકા સંકલનની કામગીરી દિપાલીબેન આચાર્ય દ્વારા ખુબ સારી રીતે કરવામાં આવી. સ્પર્ધા દરમ્યાન નિર્ણાયક અને કાર્યકર્તા તરીકે જવાબદારી સંભાળનાર યોગ ટ્રેનર્સ-ટીમ યોગમય મોરબી અને મા-જીવદયા ગ્રુપના સભ્યો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ખુબ જહેમત ઉઠાવવામાં આવી હતી.

- text

- text