હળવદ : જંત્રી દરમાં વધારાના વિરોધમાં બાર એસો.નું મામલતદારને આવેદન

- text


હળવદ : સરકારે રાતોરાત જંત્રી દરમાં કરેલા ડબલ ગણા ભાવવધારાનો ઠેરઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હળવદના બાર એસોસિએશનને પણ સરકારના આ નિર્ણયનો વિરોધ કરી તાત્કાલિક ધોરણે જંત્રીદરમાં કરેલો ભાવવધારો પરત ખેંચવાની માંગ કરી છે અને આ અંગે મામલતદારને રજુઆત કરી છે.

- text

હળવદ બાર એસોસિએશને હળવદ મામલતદારને રજુઆત કરીને જણાવ્યું હતું કે, સરકારે જંત્રીદરમાં રાતોરાત ડબલગણો ભાવવધારો ઝીકી દીધો છે. જેનાથી સામાન્ય અને મધ્યમવર્ગને જમીન અને મકાનની ખરીદી કરવી મુશ્કેલ બનશે. આવા સંજોગોમાં બાંધકામ ક્ષેત્રે પણ મોટી અસર થશે. તેથી સામાન્ય વર્ગને જમીન અને મકાનની ખરીદીમાં નવા જંત્રીદરથી આર્થિક મુશ્કેલી ન પડે તે માટે લોકોને પરવડે તેવા નવા જંત્રી દર પરત ખેંચવાની અને રજીસ્ટર દસ્તાવેજના નોંધણીના સમયગાળામાં વધારો કરવા માટે પણ માંગ ઉઠાવી છે.

- text