ટંકારા પોલીસ મથકે લોન મેળો અને લોક દરબાર યોજાયો

- text


તાલુકાની 7 બેન્કો અને 2 ગોલ્ડ લોન શાખા કાર્યક્રમમાં જોડાઈ, લોકોને તમામ પ્રકારની માહિતી અપાઈ

ટંકારા : ટંકારા પોલીસ મથકે આજે લોન મેળાનુ આયોજન થયુ હતું. લોન મેળાનો આશય સરકાર દ્વારા વ્યાંજકવાદના ચૂંગલમાં ફસાયેલા નાના અને મધ્યમ વર્ગના લોકો પોતાની આર્થીક જરૂરિયાતો પુરી કરવા સરકાર માન્ય સંસ્થાઓ પાસેથી ઓછા વ્યાજ દરની લોન મેળવે તે હતું. જેમા ટંકારા તાલુકાની 7 બેન્કો અને 2 ગોલ્ડ લોન શાખા જોડાઈ હતી. સમગ્ર આયોજન ટંકારા પોલીસ દ્વારા કરવામાં આવ્યુ હતું.

ટંકારા પોલીસ મથકે સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર ગોલ અને ફોજદાર એચ આર હેરભાની અધ્યક્ષતામાં લોકદરબાર અને લોન મેળો યોજવામાં આવ્યો હતો. લોન મેળામાં સરકારી, ખાનગી બેંકો, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને સહકારી સંસ્થાઓના જવાબદાર કર્મચારીઓ હાજર રહ્યા હતા. જેમા સરકારની યોજનાનો લાભ કેવી રીતે લેવાય લોનનો વાર્ષિક વ્યાજ દર કેટલો હોય, ડોક્યુમેન્ટ કેવા જોઈ વગેરે માર્ગદર્શન આપવામા આવ્યું હતુ.ટંકારા પોલીસ સબ ઇન્સ્પેકટર હેરભા અને સિપીઆઈ ગોલે વ્યાજ ખોરીના રાક્ષસને કાયમીને માટે ડામી દેવા કડક ઝુંબેશ આદરી છે અને વ્યાજખોરો સામે કાયદાનો દંડો ઉગામી વ્યાંજકવાદી સામે ખુલ્લી ફરિયાદ કરવા અપીલ કરી હતી.

- text

ટંકારા પોલીસે લોન મેળાનો લાભ બહોળી સંખ્યામાં લોકો મેળવે એ માટે જુદાં જુદાં વિસ્તારોમાં બેનરો લગાવી બહોળી પ્રસિદ્ધિ કરી હતી. ટંકારા ગામનાં અને તાલુકાનાં વિસ્તારો માંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા. અને લોન મેળાનો લાભ લીધો હતો. આ તકે ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ પ્રભુભાઈ કામરીયા, ટંકારા ઉપસરપંચ પ્રતિનિધિ હેમંતભાઈ ચાવડા, પંચાયત સદસ્ય રસિકભાઈ, હનીફભાઇ ભુંગર, હમીરભાઇ ટોળીયા, દિનેશભાઈ ગોહિલ, દિલિપભાઈ મકવાણા, રાજુભાઈ સહિતના સામાજીક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

- text