મોરબી વિધાનસભામાં સૌથી વધુ મોરબી તાલુકામાં અને સૌથી ઓછું માળીયા સિટીમાં મતદાન નોંધાયું

- text


સૌથી વધુ મોરબી તાલુકામાં 62.42 ટકા અને સૌથી ઓછું માળિયા સિટીમાં 46.51 ટકા મતદાન

મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે તારીખ 7 મેના રોજ શાંતિપૂર્ણ માહોલમાં ઉત્સાહભેર મતદાન પૂર્ણ થયું હતું. યુવાનોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધીના તમામ મતદારોએ ભારે ગરમી વચ્ચે પણ મતદાન માટે ઉત્સાહ દાખવ્યો હતો અને મતદાન કરી નાગરિક તરીકેનો ધર્મ નિભાવ્યો હતો. મોરબી વિધાનસભા મત વિસ્તારમાં મતદાનની ટકાવારીની વાત કરીએ તો કૂલ 58.26 ટકા મતદાન નોંધાયું હતું.

મોરબી વિધાનસભા મત વિસ્તારમાં સૌથી વધુ મતદાન મોરબી તાલુકામાં નોંધાયું હતું. મોરબી તાલુકામાં 62.42 ટકા મતદાન થયું. જ્યારે સૌથી ઓછુ મતદાન માળિયા સિટીમાં 46.81 ટકા નોંધાયું છે. મોરબી શહેરમાં 59.88 ટકા મતદાન થયું છે જ્યારે માળિયા તાલુકામાં 50.58 ટકા મતદાન નોંધાયું છે. મોરબી વિધાનસભા મત વિસ્તારમાં કૂલ 2,90,787 મતદારોમાંથી 1,69,414 મતદારોએ જ મતદાન કર્યું છે.

- text

- text