મોરબીથી બે ભાઈઓ બાઈક લઈને ચાર ધામની યાત્રાએ રવાના

- text


હરિદ્વાર, કેદારનાથ, બદ્રિનાથ, યમનોત્રી અને ગંગોત્રીની બાઈકયાત્રા કરશે : એક મહિનામાં 3 હજાર કિલોમીટરનું અંતર કાપશે

મોરબી : મોરબીના બે પિતરાઈ ભાઈઓ વિવિધ ધર્મ સ્થાનોની બાઈકયાત્રાએ નીકળ્યા છે. આજે તારીખ 8 મેના રોજ મોરબીના રમણીકલાલ લોરિયા અને તેમના પિતરાઈ ભાઈ નારાયણભાઈ સંઘાણી હરિદ્વાર, કેદારનાથ, બદ્રિનાથ, યમનોત્રી અને ગંગોત્રીની બાઈકયાત્રાએ નીકળ્યા છે.

મોરબીના રમણીકલાલ લોરિયા અને નારાયણભાઈ સંઘાણી સૌપ્રથમ વખત આટલી લાંબી બાઈકયાત્રાએ નીકળ્યા છે. બન્ને એક જ બાઈક પર સવાર થઈને મોરબીથી હરિદ્વાર, કેદારનાથ, બદ્રિનાથ, યમનોત્રી અને ગંગોત્રી સહિતના ધર્મ સ્થાનોના દર્શને નીકળ્યા છે. તેઓની આ યાત્રા 1 મહિનો ચાલશે. જેમાં તેઓ આશરે 3 હજાર કિલોમીટર જેટલું અંતર બાઈક પર કાપશે. આ યાત્રાનો હેતુ માત્ર દર્શનનો જ છે.

- text

- text