ઉંચી માંડલ નજીક નદીમાં ડૂબી જતાં યુવાનનું મોત

- text


ફાયર વિભાગના જવાનોએ ત્રણ કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો

મોરબી : મોરબીના ઉંચી માંડલ નજીક નદીમાં ડૂબી જવાથી એક યુવાનનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. ફાયર વિભાગના જવાનોએ ત્રણ કલાકની જહેમત બાદ નદીમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર આજે બપોરે 12:30 કલાકે મોરબી ફાયર 101 કંટ્રોલ રૂમમાં કોલ મળેલ કે ઉચીમાંડલ પાસે ખરેડા ગામ રામાપીરના મંદિરની પાછળ નદી (નાલા)માં એક એક વ્યક્તિ ડૂબી ગયા છે. મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ ગામ લોકોની મદદથી ત્રણ કલાકની જહેમત બાદ મનજીભાઈ હકાભાઈ પીપરીયા ઉં.વ.20નો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text