મોરબીમાં ચેક રિટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો

- text


મોરબી : મોરબીમાં હાથ ઉછીની આપેલી રૂ.૫.૭૦ લાખની રકમનો ચેક રિટર્ન થયાના કેસમાં કોર્ટે ફરિયાદી પાસે પૂરતા પુરાવાના અભાવે આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.

મોરબીના ફરીયાદી પ્રકાશભાઈ મનસુખભાઈ રાઠોડએ આરોપી નરેન્દ્રસિંગ સજનસિંહ સુરમા સામે હાથ ઉછીની ૨કમ રૂા. ૫,૭૦,૦૦૦ નો ચેક રીર્ટન થતાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા આરોપી પક્ષના વકીલે ફરીયાદી પોતે ફુલોનો વેપાર કરી માસીક રૂ. ૧૦થી ૧૨ હજાર આવક ધરાવતા હોવા છતાં આરોપીને એક સામટી રૂ. ૫,૭૦,૦૦૦ ની ૨કમ કઈ રીતે આરોપીને આપેલ તેવી દલીલ તેમજ વિશેષમાં ફરીયાદીએ પોતાના આઈ.ટી. રીટર્ન ભરતા હોવાની હકકત જણાવેલ છે. પરંતુ તેઓએ આરોપીને આપેલ રકમની એન્ટ્રી પણ રીટર્નમાં બતાવેલ નથી તેવી દલીલ કરવામાં આવી હતી.

- text

આરોપી તરફે એવો બચાવ કરવામાં આવેલ કે, ફરીયાદી પાસેથી અમોએ કોઈપણ જાતની ૨કમ હાથ ઊછીની લીધેલ નથી. અન્ય ઈસમ પાસેથી લીધેલ ૨કમ સામે સીકયોરીટીમાં આપેલ ચેકનો ફ૨ીયાદીએ દુર ઉપયોગ કરી ખોટી ફરીયાદ દાખલ કરેલ છે. જે ફરીયાદની ટ્રાયલ ચાલી જતાં ફરીયાદીના વકીલ અશ્વિન વિ. બડમલીયાની દલીલ તથા પુરાવાઓને ધ્યાને લઈ, મોરબીના એડીશ્નલ ચીફ જયુડી. મેજી. ડી.કે. ચંદનાણી સાહેબ એ આરોપી નરેન્દ્રસિંગ સજનસિંગ સુરમાને નિર્દેશ છોડી મુકવાનો હુકમ કર્યો છે. આ કામના આરોપી તરફે મોરબીના વકીલ અશ્વિન બડમલીયા રોકાયેલ હતા.

- text