અગરિયાઓ ઉપર અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટન ઓળઘોળ : 415 કરોડની સહાય જાહેર

- text


 

હિલેરી ક્લિન્ટન અગરિયાના પાટે જઇ અગરિયા મહિલાના હાથે મીઠું મુઠ્ઠીમાં લીધુ, અને કાળી મહેનતને બિરદાવી

મીઠું પકવતા અગરિયાઓ પાસે મીઠું પકવવાની આખી પ્રોસેસ સમજીને એમની સાથે સંવાદ કરી બે કલાક રણમાં ગાળ્યા

હળવદ : અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટને કૂડા રણમાં જઇ અગરિયાના પાટે જઇ અગરિયા મહિલાના હાથે મીઠું મુઠ્ઠીમાં લીધુ હતુ. અને મીઠું પકવતા અગરિયાઓ પાસે મીઠું પકવવાની આખી પ્રોસેસ સમજીને એમની સાથે સંવાદ કરી બે કલાક રણમાં ગાળ્યા હતા. અને સાત પેઢીથી અને 40 ડીગ્રીમાં મીઠું પકવતા અગરિયા મહિલાના હાથે મીઠું હાથમાં લેતા હિલેરી ક્લિન્ટનનું દિલ દ્રવી ઉઠ્યું હતુ. આ વેળાએ તેઓએ અગરીયા મહિલાઓના વિકાસ માટે 415 કરોડની સહાયની જાહેરાત પણ કરી હતી.

કચ્છના નાના અને વેરાન રણમાં પોતાના પરિવારજનો સાથે ગાત્રો થીજાવતી ઠંડી અને ધોમધખતા તાપમાં કંતાનના ઝુંપડામાં રહી પોતાના પરિવારજનો સાથે મીઠું પકવતા અગરિયાઓની મુલાકાતે આજે અમેરિકાની પૂર્વ વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટન આજે કૂડા રણમાં આવ્યા હતા. ત્યારે ગુજરાતની ખાસ મુલાકાતે આવેલા અમેરિકાના વિદેશમંત્રી અને અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટનના ધર્મ પત્નિ હિલેરી ક્લિન્ટન વેરાન રણમાં “કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું” પકવતા અગરિયાનો ઝીરો બીએચકે બંગલો જોવા ખુદ પોતાની ટીમ સાથે આજે રણમાં આવ્યા હતા. જેમાં તેઓ મીઠું પકવતા અગરિયાઓ પાસે મીઠું પકવવાની આખી પ્રોસેસ સમજીને એમની સાથે સંવાદ કરી બે કલાક એમની સાથે કૂડા રણમાં ગાળ્યા હતા. અમેરિકાની પૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લિટન અગરિયાના પાટે જઇ અગરિયા મહિલાના હાથે મીઠું મુઠ્ઠીમાં લીધુ હતુ. ધ્રાંગધ્રાની સેવા સંસ્થા દ્વારા આ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે.સી.સંપટ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દૂધાત સહિતના જિલ્લાના આલા અધિકારીઓ તેમજ પ્રકાશભાઈ વરમોરા ખાસ હાજર રહ્યાં હતા. આ પ્રસંગે રણમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

મહિલાઓ પાસે જ શું કામ કરવા એના આઇડીયા અને સુઝાવ લઇ એના પર કામ કરવાની ઇચ્છા : હિલેરી ક્લિન્ટન

આ અંગે અમેરિકાની પૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લિન્ટને પોતાના એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, હું આજે રણમાં આવી અને મહિલાઓને 40 ડીગ્રીમાં મીઠું પકવતા જોઇને હ્રદય દ્રવી ઉઠ્યું હતુ. એમાય એ અગરિયા મહિલા દ્વારા જાણવા મળ્યું કે, આ એમની મીઠું પકવવાની હાલ સાતમી પેઢી છે. આથી પછાત મહિલાઓના વિકાસ માટે અને ક્લાયમેટ ચેંજ માટે મારા પતિ બિલ ક્લિન્ટને શરૂ કરેલા ક્લિન્ટન ફાઉન્ડેશનમાંથી 50 મિલીયન ડોલરની ફાળવણી કરી છે. અને મહિલાઓ પાસે જ શું કામ કરવા એના આઇડીયા અને સુઝાવ લઇ એના પર કામ કરવાની ઇચ્છા પણ બતાવી છે. પણ રણમાં આકરા તાપમાં મીઠું પકવતી અગરિયા મહિલાઓની હાલત જોઇ હ્રદય દ્રવી ઉઠ્યું હતુ.

- text

પછાત મહિલાઓના વિકાસ માટે ક્લિન્ટન ફાઉન્ડેશનમાંથી 50 મિલીયન ડોલરની જાહેરાત

અગરિયા મહિલાએ અમેરિકાની પૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લિન્ટનને પાટામાંથી મીઠું લાવી ભેંટમાં આપ્યું હતુ. અગરિયા મહિલાએ હિલેરી ક્લિન્ટનને મીઠું આપતા હિલેરી ક્લિન્ટન મહિલાને બે હાથ જોડી પગે લાગ્યા હતા. વેરાન રણમાં 40 ડીગ્રી તાપમાનમાં મીઠું પકવતી અગરિયા મહિલાને જોઇ આકરા તાપને જોઇ હિલેરી ક્લિન્ટને આકાશ તરફ મીટ માંડી હતી. આ વેળાએ તેઓએ પછાત મહિલાઓના વિકાસ માટે 50 મિલિયન ડોલરની જાહેરાત પણ કરી હતી.

- text