મોરબીમાં 3જી ફેબ્રુઆરીએ વિશ્વકર્મા જયંતી મહોત્સવનું આયોજન

- text


આરતી, મહાપ્રસાદ, શોભાયાત્રા, બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાશે

મોરબી : મોરબી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વકર્મા દાદાની જન્મ જયંતીની ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન આગામી તારીખ 3 ફેબ્રુઆરી ને મહાસુદ તેરસના દિવસે કરવામાં આવ્યું છે.

વિશ્વકર્મા દાદાની જન્મ જયંતી નિમિતે મોરબીના ઘંટીયાપા, ભવાની ચોક સ્થિત ગુર્જર સુતાર જ્ઞાતિની વાડીમાં આવેલા વિશ્વકર્મા મંદિર ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં સવારે 6 કલાકે મંગળા આરતી, 7 કલાકે પ્રભાત આરતી, 9-30 કલાકે ધ્વજારોહણ, બપોરે 12 કલાકે શ્રૃગાર દર્શન આરતી યોજાશે. આ ઉપરાંત બપોરે 3 કલાકે સરદાર બાગ, શનાળા રોડ પાસેથી શ્રી વિશ્વકર્મા દાદાની ભવ્ય શોભાયાત્રા શણગારેલ રથ, બેન્ડ સાથે નિકળશે. આ શોભાયાત્રા શનાળા રોડ, સ્કાય મોલ પાસે ગાંધીના પ્લોટમાં ઉભા કરવામાં આવેલા શ્રી વિશ્વકર્મા ધામમાં સાંજે પુર્ણ થશે.

- text

શ્રી વિશ્વકર્મા ધામ ખાતે જ મોરબી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા શ્રી વિશ્વકર્મા સોશ્યલ ગ્રુપ તથા શ્રી વિશ્વકર્મા સેવા સેતુ ગ્રુપના સહયોગથી સાંજે 5 વાગ્યેથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 6 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમો, સંધ્યા આરતી સાથે જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. ત્યાર બાદ સાંજે 7 કલાકે ગુર્જર સુતાર જ્ઞાતિજનો દાદાના પ્રસાદ સ્વરૂપે સમૂહ ભોજન કરશે. પ્રભુ શ્રી વિશ્વકર્મા દાદાની જયંતીના આ પાવન પર્વ પર ગુર્જર સુતાર જ્ઞાતિના સર્વે જ્ઞાતિજનોને પધારવા તથા બ્લડ ડોનેશન કેમ્પમાં પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કરવા મોરબી ગુર્જર સુતાર જ્ઞાતિના પ્રમુખ તથા સમગ્ર ટ્રસ્ટીઓ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text