અંતે જયસુખ પટેલ મોરબી કોર્ટમાં હાજર

- text


મોરબી ઝૂલતા પુલ કેસમાં જયસુખ પટેલનું કોર્ટ સમક્ષ આત્મસમર્પણ

મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં 10માં આરોપી તરીકે જોડવામાં આવેલા અજંતા ઓરેવા કંપનીના એમડી અને માલિક એવા જયસુખ પટેલે અંતે નામદાર મોરબી કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરતા મોરબી પોલીસે ધરપકડ માટે તજવીજ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ 30 ઓક્ટોબરના રોજ અજંતા ઓરેવા કંપની સંચાલિત મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડતા 135 નિર્દોષ લોકોના મૃત્યુ નિપજતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અજંતા ઓરેવા કંપનીના બે મેનેજર સહીત નવ આરોપીઓની ધરપકડ કરી હતી. બાદમાં પોલીસ તપાસમાં અજંતા ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલ વિરુદ્ધ પૂરતા પુરાવા મળતા તપાસનીશ ટીમ દ્વારા જયસુખ પટેલને આરોપી તરીકે જોડવામાં આવ્યો હતો.

- text

જો કે અજંતા ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ પોલીસ સમક્ષ હાજર ન થતા પોલીસે નામદાર કોર્ટ મારફતે જયસુખ પટેલ વિરુદ્ધ સીઆરપીસી કલમ 70 મુજબ વોરંટ ઈશ્યુ કરાવતા અંતે આજે જયસુખ પટેલ મોરબી નામદાર કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું જેને પગલે મોરબી પોલીસે આરોપી જયસુખ પટેલની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

- text