જયસુખ પટેલ મોરબી કોર્ટમાં હાજર થતા ચાંપતો પોલીસ બંદોબસ્ત

- text


ડીવાયએસપી, એલસીબી સહિતનો પોલીસ કાફલો ખડેપગે : મોરબી ઝૂલતા પુલ કેસના પીડિતો પણ કોર્ટે પહોંચતા હોવાના અહેવાલ

મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં 10માં આરોપી તરીકે જોડવામાં આવેલા અજંતા ઓરેવા કંપનીના એમડી અને માલિક એવા જયસુખ પટેલે અંતે નામદાર મોરબી કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરતા મોરબી કોર્ટમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, બીજી તરફ ઝૂલતા પુલ દુર્ઘટનાના પીડિતો પણ કોર્ટ આવી રહ્યા હોવાના અહેવાલ સાંપડતા પોલીસે સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવી છે.

ઝૂલતો પુલ તૂટી પડવાના બનાવમાં પોલીસ તપાસ દરમિયાન અજંતા ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલ વિરુદ્ધ પૂરતા પુરાવા મળતા તપાસનીશ ટીમ દ્વારા જયસુખ પટેલને આરોપી તરીકે જોડવામાં આવ્યા બાદ અંતે આજે નાટકીય રીતે જયસુખ પટેલ મોરબી કોર્ટમાં પોતાના વકીલ સાથે સરેન્ડર થતા ઝૂલતા પુલ દુર્ઘટનાના પીડિત પરિવારો પણ મોરબી કોર્ટમાં પહોંચી રહ્યા હોવાના અહેવાલ સાંપડતા પોલીસ સતેજ બની છે અને ચાંપતો પોલીસ બંદોબસ્ત મોરબી કોર્ટ ખાતે ગોઠવી દેવામાં આવ્યો છે.

બીજી તરફ મોરબી કોર્ટમાં અજંતા ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ પોતાના વકીલ મારફતે હાજર થતા પોલીસે નામદાર કોર્ટમાંથી જયસુખ પટેલનો કબ્જો મેળવવા કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે અને હાલમાં ડીવાયએસપી, એલસીબી, મોરબી તાલુકા અને સીટી બી ડીવીઝન પોલીસ સહિતની ટિમો મોરબી કોર્ટ ખાતે પહોંચી ગઈ છે અને મજબૂત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જયસુખ પટેલનો કબ્જો મેળવવા પ્રક્રિયા શરૂ કરી હોવાનું જાણવા મળે છે.

- text

- text