પાંચ વર્ષ એવું ઈમાનદારીથી કામ કરો કે તમારી જરૂરત દિલ્હીમાં ઉભી થાય : સવજીભાઈ ધોળકિયાની ધારાસભ્યોને ટકોર

- text


 

સીરામીક એસો. સહિતના દ્વારા મોરબી, ટંકારા, વાંકાનેર, હળવદ અને કાલાવડના મળીને પાંચ ધારાસભ્યોનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો

મોરબી : મોરબીમાં આજે શનાળા ખાતે આવેલ પટેલ સમાજ વાડીમાં સીરામીક, કલોક, પેપરમિલ સહિતના ઔધોગિક એસોસિએશન દ્વારા મોરબી, ટંકારા, વાંકાનેર, હળવદ અને કાલાવડના મળીને પાંચ નવ નિયુક્ત ધારાસભ્યોનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાનું ભવ્યાતિભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

પાંચ નવ નિયુક્ત ધારાસભ્યોના સન્માન સમારોહમાં જિલ્લા પ્રભારી મંત્રી અને શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, સાંસદ વિનોદભાઈ ચાવડા, મોરબી સીરામીક એસો.ની ચારેય પાંખના હોદેદારો, વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ જાણીતા સુરતના હીરાના ઉધોગપતિ સવજીભાઈ ધોળકિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રસંગોચિત ઉદબોધનમાં ઉધોગપતિ સવજીભાઈ ધોળકિયાએ પાંચેય ધારાસભ્યોને સરકારમાં ખાતા મેળવવા માટે લોબીગ કરવા કરતાં પ્રજાનું પાંચ વર્ષ સુધી એવી નિષ્ઠાથી કામ કરો કે તમારી જરૂરિયાત દિલ્હીમાં પણ આપોઆપ ઉભી થાય તેવી ટકોર કરી હતી. ઈમાનદારીથી કરેલું કામ ક્યારેય ફોગટ જતું નથી. પ્રમાણિકતાથી દરેક સમાજને સાથે રાખી એક ધારાસભ્ય તરીકે પોતાનું કામ ધગશથી કરશો તો આગામી બીજા પાંચ વર્ષમાં વગર પ્રચારે લોકો તમને ચૂંટી કાઢશે અને ધારાસભ્ય ખરા અર્થમાં લોક સેવક બની રહે તે માટે જ્ઞાતિના વાડાબંધીથી દુર રહી સર્વ સમાજના સુખાકારી માટે કામ કરવાની પણ તેઓએ શીખ આપી હતી.

સવજભાઈએ પોતાના પ્રવચનમાં લોકો શુ કહે છે એના પર ધ્યાન આપવાનને બદલે લોકોને કેમ ઉપયોગી થવું અને તેમના દરેક પ્રશ્નનું નિરાકરણ લાવવું એ તમારી ફરજ હોય અને આ ફરજ નિષ્ઠાભેર બજાવવાનું પણ જણાવ્યું હતું. સાથેસાથે મોરબી ઔધોગિક રીતે આગળ હોય પણ વિકાસની દ્રષ્ટિએ હજુ પાછળ હોવાનું જણાવી શહેરમાં ઠેરઠેર ખડકાયેલી ગંદકી બાબતે ખેદ વ્યક્ત કર્યો હતો. જો કે હવે સારા લોકો રાજકારણમાં આવી રહ્યા હોય ભવિષ્ય ઉજળું હોવાનો તેમણે સંકેત આપ્યો હતો. સામે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ સવજીભાઈએ કરેલી ટકોરને અમે દિલથી વધાવી લઈને અમે બધા સાથે મળી મોરબી જિલ્લાનો વિકાસ થાય અને દરેક સમસ્યાનોનો અંત આવે તે માટે સતત પ્રયત્નશીલ રહેવાનો કોલ આપ્યો હતો.

- text

- text