લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા નેત્ર યજ્ઞ કેમ્પ યોજાયો

- text


 

કેમ્પમાં ૨૧૦ દર્દીઓનું ચેક અપ, ૬૧ લોકોનું મોતિયાનું ઓપરેશન

મોરબી : લાયન અમરસીભાઈ અમૃતિયા પરિવારના સહયોગથી લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી અને રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પીટલ દ્વારા વિના મુલ્યે મોતિયાના ઓપરેશન માટેનો કેમ્ય પીપળીયા ચાર રસ્તા, કેપી ટેક નોનવુવન ઈન્ડિયા પ્રા.લી. કમ્પની ખાતે યોજાયો હતો.

આ કેમ્પમાં કુલ ૨૧૦ દર્દીઓને ચેક કરવામાં આવ્યા અને તેમાંથી ૬૧ જેટલા લોકોને રણછોડદાસજી હોસ્પિટલ, રાજકોટ દ્વારા વિના મુલ્યે મોતિયાના ઓપરેશન કરી નેત્રમણી બેસાડી દેવામાં આવેલ ત્યારે આ કેમ્પમાં ઉપસ્થિતિ લાયન્સ કલબ ઈન્ટરનેશનલ (સૌરાષ્ટ્ર કચ્છ)નાં દ્વિતિય વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલાએ આ કેમ્પનાં દાતા લાયન અમરશીભાઈ અમૃતિયા પરિવારનો આભાર વ્યક્ત કરેલ

- text

તેમણે જણાવેલ કે આ વિનામૂલ્યે નેત્ર યજ્ઞ કેમ્પ દર મહિનાની દશ તરીખે આજ સ્થળે એટલે કે ચાચાવદરડા પીપળીયાચોકડી, કેપી ટેક નોનવુવન ઈન્ડિયા પ્રા.લી. ખાતે માળિયા તેમજ આમરણ ચોવીસીનાં છેવાડાનાં લોકો માટે કેમ્પ યોજાશે. તો આ કેમ્પનો વધુને વધુ લોકો લાભ લે તે માટે પ્રચાર પ્રસાર કરવા ઊપસ્થિત સર્વેને વિનંતી કરેલ. આ કેમ્પમાં લાયન્સ કલબ ઓફ મોરબી સિટીનાં સેક્રેટરી લાયન કેશુંભાઈ દેત્રોજા, લાયન નાનજીભાઈ મોરડિયા, લાયન મહાદેવભાઈ ચિખલિયા, લાયન પ્રાણજીવનભાઈ રંગપરીયા, લાયન રશ્મિકાબેન રૂપાલા હળવદ લાયન્સ કલબનાં પ્રમુખ ગીરીશભાઈ સાધુ, ગઢીયા લિયો પ્રેસિડેન્ટ ક્રિષ્ના રૂપાલા વિગેરે મેમ્બરોએ હાજર રહી કેમ્પને સફળ બનાવવા પ્રયત્ન કરેલ.

- text