મોરબી : અકસ્માતોમાં સેવા આપતા મયુર અઘારાનું સન્માન

- text


 

આધુનિક યુગની સળગતી સમસ્યા એટલે માર્ગ અકસ્માત. ભારતનો એક પણ હાઇવે કે રોડ એવો નહીં હોય જ્યાં નાનો-મોટો અકસ્માત ન થયો હોય. અને અકસ્માત થયા બાદ પણ આજના કળયુગમાં માનવતા મરી પરવારી હોય તેવા દૃશ્યો સામે આવે છે. જ્યાં ઇજાગ્રસ્ત વ્યક્તિ મદદ માટે ઝંખે છે જ્યારે રાહદારીઓ ત્યાંથી પસાર થઈને જતા રહે છે ત્યારે એવા પણ સેવાકર્મીઓ છે જે આવા અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને મદદરૂપી હૂંફ પુરી પાડે છે અને માનવતાના મસીહા બનીને તેમને સત્વરે સારવાર અર્થે હોસ્પિટલમાં પહોંચાડે છે.

- text

મોરબીના લાલપર ગામના આવા જ એક સેવાકર્મી મયુરભાઈ રતિલાલભાઈ અઘારા. જેમના થકી અવિરત સેવા પ્રવૃત્તિની સુવાસ પ્રસરાતી રહી અને ચોતરફ વિસ્તરતી રહી છે. જેને ધ્યાને લઈને મોરબી જીલ્લા કલેકટર જી.ટી.પંડ્યા અને ઇન્ચાર્જ એસપી પી. એસ. ગોસ્વામીના હસ્તે મયુરભાઈ અઘારાનું સર્ટીફીકેટ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ અન્ય નાગરિકો પણ અકસ્માતના સમયે માનવતા દાખવીને ઘાયલ લોકોની મદદ કરે તેવી અપીલ કરી હતી.

- text