વિરપરમાં ઘડિયાલના બંધ કારખાનામાંથી રૂ.૫૦ હજારનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

- text


 

એલસીબીની કાર્યવાહી : 2ની ધરપકડ, અન્ય એક શખ્સનું પણ નામ ખુલ્યું

 

મોરબી : મોરબી એલસીબીએ ટંકારાના વિરપર પાસે આવેલ ઘડિયાલના બંધ કારખાનામાં દરોડો પાડી રૂ. ૫૦ હજારની કિંમતના દારૂ અને બિયરના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

એલસીબી ટીમે મોરબી રાજકોટ રોડ વીરપર ગામની સીમ પાસે સમય કલોકના બંધ કારખાનામાં રેઇડ કરતા મેકડોવેલ્સ નંબર-૦૧ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૯૬ કિ.રૂ.૩૬,૦૦૦/-, કિંગફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમીયમ બીયર ટીન નંગ-૧૪૪ કિ.રૂ.૧૪૪૦૦/- મળી કુલ કિ.રૂ.૫૦૪૦૦/-નો મુદામાલ પકડી પાડેલ છે. આ સાથે નિકુંજ વીરજીભાઇ ઉવ.૨૭, મહેન્દ્રભાઇ ઉર્ફે લાલો ચંદુભાઇ કલાસવા ઉવ.૩૦ને ઝડપી પાડ્યા છે.

- text

જ્યારે અન્ય એક શખ્સ પોપટભાઇ ધારાભાઇ ભરવાડ રહે.ટંકારા જી.મોરબીનું નામ ખુલતા તેની સામે પણ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

આ કામગીરીમાં એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, PSI કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

- text