રઝડતા ઢોરની સમસ્યા દૂર કરતી સરકારની યોજનાનો આવતીકાલે શુક્રવારે મોરબીથી પ્રારંભ

- text


મોરબીઃ સમગ્ર ગુજરાતમાં રઝડતા ઢોરની સમસ્યા દૂર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા યોજના બનાવવામાં આવી છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ આ યોજનાનો અમલ મોરબી જિલ્લાથી થવા જઈ રહ્યો છે. આવતીકાલે શુક્રવારે રાજ્ય સરકારની આ યોજનાના અમલીકરણનો પ્રારંભ થશે.

આ યોજનાના પ્રારંભ પ્રસંગે રાજ્યના કૃષિ પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં તથા મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં ખૂંટ-આખલાનું ખસીકરણ કરી વિવિધ ગૌશાળામાં નિભાવ માટે મોકલી આપવામાં આવશે અને ક્રમશઃ આ પ્રક્રિયા જારી રહેશે. આવતીકાલે તારીખ 20 જાન્યુઆરી ને શુક્રવારના રોજ સવારે 8-30 કલાકે યદુનંદન ગૌશાળા, લીલાપર રોડ, મોરબી ખાતેથી મંત્રી રાઘવજી પટેલ આ યોજનાનો પ્રારંભ કરાવશે.

- text

- text