મોરબીમાં લાઈટો રીપેર કરવામાં ઓરમાયું વર્તન દાખવતા હોવાનો પૂર્વ કોંગ્રેસી કાઉન્સિલરનો આક્ષેપ

- text


સામાકાંઠે વિધુતનગરમાં લાઈટ ચાલુ કરવાની અનેક ફરિયાદ કરવા છતાં તંત્ર દાદ ન આપતા ફરી નગરપાલિકાને રજુઆત

મોરબી : મોરબીના સામાકાંઠે લાલબાગ સેવાસદન પાછળ આવેલ વિધુતનગરમાં ઘણા સમયથી પોતાના ઘર પાસે બંધ હાલતમાં રહેલી સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવામાં સ્થાનિક ભાજપના અગ્રણીઓ આડોડાઈ કરતા હોવાનો પૂર્વ કોંગ્રેસી કાઉન્સિલરે આક્ષેપ કર્યો છે અને લાઈટ ચાલુ કરવાની અનેક ફરિયાદ કરવા છતાં તંત્ર દાદ ન આપતા ફરી નગરપાલિકાને રજુઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text

મોરબીના વોર્ડ નંબર-3ના પૂર્વ કોંગ્રેસી કાઉન્સિલર હરદેવસિંહ ઉર્ફે નરેન્દ્રસિંહએ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે, સામાકાંઠે લાલબાગ સેવાસદન પાછળ આવેલ વિધુતનગરમાં તેમના ઘર પાસે છેલ્લા ત્રણ માસથી સ્ટ્રીટ લાઈટ બંધ છે. આ લાઈટ રીપેર કરી ફરી ચાલુ કરવા તંત્રને અનેક વખત લેખિત ફરિયાદ કરી છે. જો કે તેઓ કોંગ્રેસી હોય અને આ લાઈટ રીપેર કરવાનો કોન્ટ્રાકટ જેની પાસે હોય એ ભાજપના માણસો હોવાથી લાઈટ રીપેર કરવામાં ઓરમાયું વર્તન દાખવીને આ ભાજપના માણસો તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ તમારી લાઈટ નહિ રીપેર થાય તેવી દાદગીરી કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. આથી આવુ વર્તન દૂર કરીને બંધ સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવાની તેઓએ માંગણી ઉઠાવી છે.

- text