ટંકારા નજીક કેમિકલના ગોડાઉનમાં ભીષણ આગ

- text


મોરબીથી ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈને આગ ઉપર કાબુ મેળવાના પ્રયાસો હાથ ધર્યા

ટંકારા : ટંકારા નજીક આવેલા કેમિકલના ગોડાઉનમાં આજે બપોરે એકએક ભીષણ આગ ભડકી ઉઠી હતી અને જોતજોતામાં કેમિકલનું આખું ગોડાઉન આગની ઝપટે ચઢી જતા ભીષણ જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા. મોરબીથી ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈને આગ ઉપર કાબુ મેળવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

મોરબી ફાયર સ્ટેશન ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ આ આગનાં બનાવની વિગતો આપતા જણાવ્યું હતું કે, ટંકારાના સર્કિટ હાઉસ પહેલા લક્ષ્મીનારાયણ જિનની બાજુમાં આવેલ કેમિકલના ગોડાઉનમાં આજે બપોરે અચાનક કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી અને આંખના પલકારામાં જ કેમિકલનું આખું ગોડાઉન આગની લપેટમાં આવી ગયું હતું.થોડીવારમાં જ કેમિકલનું ગોડાઉન આગથી ભડભડ સળગી ઉઠ્યું હતું. આ બનાવની જાણ થતાં મોરબીથી ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે આગ ક્યાં કારણોસર લાગી અને જાનહાની થઈ કે કેમ અને આગમાં કેટલું નુકશાન થયું તે અંગે હજુ સ્પષ્ટ વિગતો બહાર આવી નથી. હાલ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે.

- text

- text