માળિયા મીયાણાના સામાજિક કાર્યકરનું મોરબી કલેક્ટરના હસ્તે સન્માન

- text


માળીયા (મી.): માળીયા મીયાણા શહેરના જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર જાનમહમદ હબીબભાઇ જામ ઉર્ફે જીવાભાઈને તેઓના સેવાકાર્ય બદલ મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

માળીયા મીયાણા શહેરના જાનમહમદ હબીબભાઈ જામ ઉર્ફે જીવાભાઈ રોડ અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અપાવી ઇજાગ્રસ્તોને નવજીવન અપાવવામાં ડોક્ટર, પોલીસ સાથે હંમેશા સેવારત રહે છે, આ સેવાકીય પ્રવૃતિઓને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા દ્વારા તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

- text

- text