22 જાન્યુઆરીએ હળવદના યુનિક હોસ્પિટલ એન્ડ સિટી સ્કેન સેન્ટર ખાતે ફ્રી નિદાન કેમ્પ

- text


હળવદઃ હળવદ શહેરના યુનિક હોસ્પિટલ એન્ડ સિટી સ્કેન સેન્ટર ખાતે આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ શ્વાસ તથા ફેફસાંને લગતાં રોગો માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરાયું છે.

22 જાન્યુઆરીના રોજ સવારે 10 થી 2 વાગ્યા દરમિયાન હળવદના વલ્લભ કોમ્પલેક્ષમાં આવેલા યુનિક હોસ્પિટલ એન્ડ સિટી સ્કેન સેન્ટર ખાતે શ્વાસ તથા ફેફસાંને લગતા રોગો માટે ફ્રી નિદાન કેમ્પ યોજાશે. જેમાં ફેફસાં તથા શ્વાસના નિષ્ણાત ડોક્ટરો સેવા આપશે. કેમ્પના દિવસે જરૂરિયાતમંદ દર્દીઓને પલ્મોનરી ફંકશન ટેસ્ટ ફ્રી કરી આપવામાં આવશે. સાથે જ શ્વાસ, અસ્થમા, દરેક પ્રકારના ટીબી, એલર્જીનું નિદાન તથા સારવાર કરાશે. ન્યૂમોનિયા તથા ફેફસાંને લગતી તમામ તકલીફ, વારંવાર થતી શરદી-ઉધરસ, કફમાં લોહી પડવું, શ્વાસ ચડવો, ફેફસાંમાં પાણી ભરાવું સહિતની બીમારીની સારવાર કરવામાં આવશે. કેશ લખાવવા માટે મો.નં. 7698988555 અથવા 7698988444 પર સંપર્ક કરવો.

- text

- text