મોરબી વાવડી રોડ ફીડર હેઠળના વિસ્તારમાં 21મીએ વીજકાપ 

- text


મોરબી : મોરબી શહેર પેટા વિભાગ-2 હેઠળ આવતા વાવડી રોડ ફીડરના વિસ્તારોમાં આગામી તા.21ના રોજ સવારે 7.30 વાગ્યા થી બપોરે 3.30 વાગ્યા સુધી વિજપુરવઠો મેંટનન્સ હેતુ બંધ રાખવામાં આવશે.

- text

નાયબ ઇજનેર શહેર પેટાવિભાગ ની યાદીમાં જણાવ્યા મુજબ મોરબીના વાવડી રોડ રાધાપાર્ક, શ્યામ પેલેસ, પ્રભૂનગર, પટેલ ની વાડી, કારીયા સોસા, સોમૈયા સોસા, ગાયત્રી નગર 1થી 4, જીવન જ્યોત સોસા, રેવા પાર્ક, મારુતિ સોસા, શ્રદ્ધા પાર્ક, ગાયત્રી પાર્ક, વિષ્ણુ નગર, હર્ષ વાટિકા, અક્ષરધામ પાર્ક, કુબેર નગર 1 થી 4, અશોક પાર્ક, રોયલ પાર્ક તથા આસપાસનાં વિસ્તારોમાં આગામી તા.21ના રોજ સવારે 7.30 વાગ્યા થી બપોરે 3.30 વાગ્યા સુધી વિજપુરવઠો મેંટનન્સ હેતુ બંધ રાખવામાં આવશે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજપુરવઠો ચાલુ કરવા માં આવશે.

- text