મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લેતા બી.એડ.કોલેજના તાલીમાર્થીઓ

- text


મોરબી : મોરબીમાં બીએડ કોલેજમાં આભ્યાસ કરતા તાલીમાર્થીઓ દ્વારા શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય કેવી રીતે કરવું તે અંગેના અભ્યાસ માટે મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લેવામાં આવી હતી.

મોરબીની ઓમ વિદ્યાવાસિની અને પ્રભાબેન પટેલ બી.એડ.કોલેજમાં હાલ અભ્યાસ કરી રહેલા બીએડ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અધ્યયન-અધ્યાપનના અભ્યાસ દરમિયાન શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય કેવી રીતે કરવું? શાળામાં કયા કયા પત્રકો રજીસ્ટરો નિભાવવા,નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જોગવાઈઓ, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી,સમગ્ર શિક્ષા અભિયાનની વિવિધ યોજનાઓની પ્રત્યક્ષ જાણકારી મેળવવા માટે અત્રેની માધાપરવાડી કન્યા શાળાની મુલાકાત લીધી હતી.જેમાં સંસ્થાના વડા દિનેશભાઈ વડસોલાએ શાળામાં ચાલતા જ્ઞાનકુંજ પ્રોજેકટ અંતર્ગત પ્રોજેક્ટર અને સ્માર્ટ બોર્ડની મદદથી આઠમા ધોરણનો પાઠ કાવ્ય એક જ દે ચિનગારી.. મહાનલ એક જ દે ચિનગારી નું નિદર્શન કરાવ્યું હતું.

સાથે સાથે શિક્ષણ વિવિધ યોજનાઓ રાઈટ ટુ એજ્યુકેશન,બેગલેસ એજ્યુકેશન,મધ્યાહ્નન ભોજન શિષ્યવૃત્તિ,સી.આર.સી.બી.આર.સી. પે સેન્ટર શાળા,નિયામક કચેરી,જિલ્લા શિક્ષણ સમિતિ વગેરેની વિસ્તૃત માહિતી આપી હતી.તાલીમાર્થીઓ તેમજ પ્રોફેસર દ્વારા દિનેશભાઈ વડસોલાનું સન્માન કર્યું હતું.શાળાની મુલાકાત લેવા બદલ સંસ્થા વતી દિનેશભાઈ વડસોલાએ ટ્રષ્ટિ સુમંતભાઈ પટેલ,ભવ્યદીપસિંહ જેઠવા,આચાર્યશ્રી ધર્મેન્દ્રભાઈ ગડેસિયાનો આભાર પ્રકટ કર્યો હતો.સમગ્ર મુલાકાત માટે બી.એડ.ના એચ.ઓ.ડી. કેતનભાઈ જોશી તથા સમગ્ર સ્ટાફે ખુબ સરસ વ્યવસ્થાપન કર્યું હતું.

- text

- text