હળવદમા વ્યાજંકવાદીએ બળજબરીથી ઓટો રીક્ષા હડપ કરી

- text


હળવદ : વ્યાજખોરો વિરુદ્ધ ગુજરાત પોલીસની ઝુંબેશમાં ચમડાતોડ વ્યાજખોરીના એક પછી એક કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે હળવદમા વ્યાજંકવાદીએ વ્યાજ મુદ્દલ ચૂકવાઈ ગયા બાદ પણ ઓટો રીક્ષા બળજબરીથી પડાવી લેતા ગુન્હો નોંધાયો છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ હળવદના વિનોબા ગ્રાઉન્ડ પાસે રહેતા રીટાબેન અશ્વિનભાઈ રાઠોડે બટુક બાબુ ઠાકોર પાસેથી રૂપિયા 50 હજાર વ્યાજે લીધા બાદ વ્યાજ સહિત 56 હજાર ચૂકવી આપ્યા હતા. આમ છતાં હળવદ માર્કેટિંગ યાર્ડ સામે રહેતા વ્યાજંકવાદી બટુકે વ્યાજની ઉઘરાણી ચાલુ રાખી રિટાબેનની દોઢ લાખની કિંમતની સીએનજી ઓટો રિક્ષા પડાવી લેતા હળવદ પોલીસ મથકમાં બટુક બાબુ ઠાકોર વિરુદ્ધ આઇપીસી કલમ 384, 403 અને ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

- text