હળવદમા 4 લાખના 7.10 લાખ ચૂકવવા છતાં વ્યાજખોરે કાર પડાવી લીધી

- text


કલાસીસ સંચાલક પાસે પઠાણી ઉઘરાણી કરનાર કવાડિયા ગામના વ્યાજખોરની ધરપકડ

હળવદ : હળવદ શહેરના કલાસીસ સંચાલકે રૂપિયા 4 લાખ વ્યાજે લીધા બાદ રૂપિયા 7.10 લાખ વ્યાજ ચૂકવી આપ્યું હોવા છતાં કવાડિયા ગામના વ્યાજખોરે વધુ રૂપિયા બે લાખ અને છ માસના વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હોન્ડા અમેજ કાર પડાવી લેતા હળવદ પોલીસે તાકીદે ગુન્હો નોંધી આરોપીની ત્વરિત ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ શહેરના રાણેકપર રોડ ઉપર મહર્ષિ રેસિડેન્સીમા રહેતા અમનભાઈ ઈશ્વરભાઈ ભલગામા નામના કલાસીસ સંચાલકને નાણાકીય જરૂરિયાત ઉભી થતા કવાડિયા ગામના ભરત રાણા રબારી પાસેથી રૂપિયા 4 લાખ વ્યાજે લીધા હતા જે બાદ વ્યાજ સહિત રૂપિયા 7.10 લાખ ચૂકવી દેવા છતાં આરોપી ભરતે હજુ રૂપિયા 2 લાખ અને છ મહિનાનું વ્યાજ આપવું પડશે તેમ કહી પઠાણી ઉઘરાણી કરી રૂપિયા 8.30 લાખની કિંમતની હોન્ડા અમેજ કાર પડાવી લેતા આ મામલે અમનભાઈએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

વધુમાં સરકારના આદેશ તળે હળવદ પોલીસે તાકીદે વ્યાજખોર ભરત વિરુદ્ધ આઇપીસી કલમ 384, 403 અને નાણાં ધીરધારની કલમ મુજબ ગુન્હો નોંધી ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

- text