મોરબીના મહેન્દ્રનગર અને રીલીફનગરમાંથી બે બાઈક ચોરાયા 

- text


મોરબી : મોરબી શહેરના સીટી બી ડિવિઝન પોલીસ મથક હેઠળ આવતા મહેન્દ્રનગર અને રીલીફનગર વિસ્તારમાંથી બે બાઈકની ચોરી થતા અલગ – અલગ બે ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મહેન્દ્રનગર મિલી પાર્કમાં રહેતા મૂળ પડધરી તાલુકાના દેપાળિયા ગામના અશ્વીનભાઇ દેવરાજભાઇ ગડારાની માલિકીનું રૂપિયા 20 હજારની કિંમતનું હીરો હોન્ડા સ્લ્પેન્ડર પ્લસ બાઈક કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી જતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.

- text

એજ રીતે મોરબીના રીલીફનગર મ્યુનિસિપલ ક્વાર્ટરમાં રહેતા મૂળ બેલા ગામના અનિરૂધ્ધસિંહ દીગવિજસિંહ જાડેજાની માલિકીનું બજાજ કંપનીનુ ડીસકવર બાઈક કિંમત રૂપિયા 25 હજાર વાળું કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જતા સીટી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text