મોરબી જિલ્લાના રોડ, રસ્તાના કામો તાકીદે પુરા કરવા બાંધકામ સમિતિના ચેરમેનનો આદેશ

- text


મોરબી : મોરબી જિલ્લામાં અટકેલા રોડ,રસ્તાના કામો મામલે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર સાથે મીટીંગ કરી હાઇવેથી માંડીને ગામડાને જોડતા માર્ગોમાં ખીરઇ, મેઘપર, દેરાળા એમ મોરબી, માળીયા, ટંકારા, વાંકાનેર, હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં રોડના કામો મંજૂર થઈ ગયા હોય અને ટેન્ડર પ્રક્રિયા પુરી થઈ ગઈ હોય અને જોબ નંબર આવી ગયા હોય આ તમામ રોડમાં કામો તાકીદે પુરા કરવા જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ સૂચના આપી હતી.

- text

- text