મોરબીના જાંબુડિયા નજીક રસ્તો ઓળંગી રહેલા વૃદ્ધને ટ્રક ચાલકે ચગદી નાખ્યા 

- text


મોરબી : મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર જાંબુડિયા ગામના ઓવરબ્રિજ નજીક રસ્તો ઓળંગી રહેલા પ્રભુભાઇ ચતુરભાઇ સાંથલીયા ઉ.72 નામના વૃઘ્ધને જીજે -12 -એયૂ- 9329 નંબરના ટ્રક ચાલકે ટ્રકના જોટા હેઠળ ચગદી નાખી ટ્રક રેઢો મૂકી નાસી જતા અકસ્માતની આ ઘટના અંગે મૃતકના પુત્ર દિનેશભાઇ પ્રભુભાઇ સાંથલીયા રહે. જાંબુડિયા ગામ વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text