હળવદના સુંદરગઢ ગામે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડતી એલસીબી ટીમ

- text


મોરબી : મોરબી એલસીબી ટીમે હળવદ તાલુકાના જુના સુંદરગઢ ગામે દરોડો પાડી ડેમ વિસ્તારમાંથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી લઈ 2100 લીટર આથો તેમજ ભઠ્ઠીના સાધનો કબ્જે કરી આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે હળવદ તાલુકાના જુના સુંદરગઢ ગામે ડેમ વિસ્તારમાં બાવળની કાંટમા દેશી દારૂ બનાવવામાં આવતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી આરોપી દેવજી ઉર્ફે દેવો જીવણભાઈ પાટડીયા, રહે.નવા સુંદરગઢ વાળાની દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી સ્થળ ઉપરથી 2100 લીટર આથો, બકડીયા, ગેસનો ચૂલો, ગેસના બાટલા નળી સહિતનો 8100 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી દેવો ઉર્ફે દેવજી હાજર નહિ મળી આવતા ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ હળવદ પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text