કાલે બુધવારે ધ્વજને સલામી આપી કોંગ્રેસ સ્થાપના દિવસ ઉજવશે

- text


મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના ધ્વજને સલામી આપવાનું આયોજન

મોરબી : આવતીકાલે કોંગ્રેસનો સ્થાપના દિવસ હોવાથી મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા કોંગ્રેસનો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં કોંગ્રેસનો સ્થાપના દિવસ નિમિતે મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના ધ્વજને સલામી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આવતીકાલે તા.૨૮ ડિસેમ્બરના રોજ કોંગ્રેસ પક્ષનો ૧૩૮મો સ્થાપના દિવસ છે. કોંગ્રેસ પક્ષે દેશની આઝાદીની લડાઈમાં મહત્ત્વ નો ભાગ ભજવ્યો છે. આઝાદી બાદ દેશને સુશાસન આપ્યું છે. આથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની સુચનાથી મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આવતીકાલે તા.૨૮-૧૨-૨૦૨૨ને બુધવારે, સવારે ૧૦:૩૦ કલાકે, કોંગ્રેસના ધ્વજને સલામી આપવાનાં કાર્યક્રમનું આયોજન કરેલ છે. આ પ્રસંગે કોંગ્રેસ પક્ષના આગેવાનો, હોદેદારો, કાર્યકરો દ્વારા કોંગ્રેસના ધ્વજને સલામી આપવામાં આવશે તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ જે પટેલની યાદીમાં જણાવાયું છે.

- text

- text