ચિયર્સ ! મોરબીમાં વધુ 26 હજારનો દારૂ ઝડપાયો, આરોપી ફરાર

- text


સીટી એ ડિવિઝન પોલીસે કાલિકા પ્લોટ સાયન્ટિફિક રોડ ઉપરથી બ્લેન્ડર – સિગ્નેચરની 32 બોટલ કબ્જે કરી

મોરબી : મોરબીમાં થર્ટી ફર્સ્ટ પ્યાસીઓ છાકટા ન બને તે માટે પોલીસ સતર્ક બની છે ત્યારે સીટી એ ડિવિઝન પોલીસે કાલિકા પ્લોટ સાયન્ટિફિક રોડ ઉપર રહેણાંકમાંથી બ્લેન્ડર – સિગ્નેચર દારૂની 32 બોટલ કબ્જે કરી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી હાથ લાગ્યો ન હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસે કાલિકા પ્લોટ સાયન્ટિફિક રોડ ઉપર રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીને આધારે આરોપી જુનેદભાઈ તૈયબભાઈ પુંજાણીના ઘરમાં દરોડો પાડતા બ્લેન્ડર્સ પ્રાઇડ વ્હીસ્કીની બોટલ નંગ 20 તેમજ સિગ્નેચર બ્રાન્ડની 32 બોટલ મળી આવતા કુલ રૂપિયા 26,840નો મૂળમાલ કબ્જે કરી પોલીસે હાજર નહિ મળી આવેલા આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

- text