તું મને ગમશ તારી સાથે લગ્ન કરવાનું કહી બાવડું પકડી પરિણીતાને ઉપાડી જવાની ધમકી

- text


મોરબીના વીસીપરા વિસ્તારમાં બનેલા બનાવમાં એકતરફી પ્રેમમાં પાગલ આવરા શખ્સે બે અજાણ્યા શખ્સો સામે પરિણીતાના ધરે જઈ પતિ અને સાસુ સસરાને માર મારી ધમકાવ્યા

મોરબી : મોરબીના વીસીપરા વિસ્તારમાં પરિણીતાને તું મને ગમશ તારી સાથે લગ્ન કરવા છે તેમ કહી આવારા શખ્સે પરિણીતાને તેના ઘરમાં પુરી દીધા બાદ ફરી બે અન્ય શખ્સો સાથે ધરે આવી પરિણીતાનું બાવડું પકડી ઉપાડી જવાની ધમકી આપી તેમજ તેના પતિ અને સાસુ સસરાને માર મારી ધમકાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ત્રણ શખ્સો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા પરિણીતાએ આરોપી તોફીકભાઇ ઇબ્રાહીમભાઇ ચાનીયા (રહે.મોરબી પરસોતમ ચોક પાસે) તથા બે અજાણ્યા માણસો સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ પરિણીતાના પરિવારજનોએ અગાઉ તોફીકભાઇ ઇબ્રાહીમભાઇ ચાનીયા સાથે પૈસાની લેતી દેતીનો વ્યવહાર કર્યો હતો. આથી તેમના પરિવાર સાથે પરિચય કેળવાયા બાદ આ શખ્સ અવારનવાર પરિણાતાંના ઘરે આવતો અને પરિણીતા ઉપર ખરાબ નજરે જોતો હતો. આથી પરિણીતા આ બાબત તેના પતિ અને સાસુ સસરાને વાત કરતા તેઓએ તોફિક સાથે વ્યવહાર ઓછો કરી નાખ્યો હતો. આમ છતાં પણ એકતરફી પ્રેમમાં પાગલ અવારા શખ્સે તેના વિસ્તારમાં આવી પરિણીતાનો પીછો કરી તક મળતા તું મને ગમશ તારી સાથે લગ્ન કરવા છે તેમ કહીને પરિણીતાને તેના ઘરમાં પુરી જતો રહ્યા બાદ ફરી તોફિક અન્ય બે શખ્સો સાથે તેમના ઘરે આવી પરિણીતાના ઘરમા પ્રવેશ કરી ગાળો બોલી આપી પોતાની પાસે રહેલી છરી કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી પતિ સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારી ફરીયાદી તથા પતિ છોડાવવા તેના સાસુ સસરા વચ્ચે પડતા પરિણીતાનું બાવડુ પકડી ઉપાડી જવાની ધમકી આપી હતી.

આથી પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે ત્રણેય શખ્સો સામે આઇ.પી.સી. કલમ- ૩૨૩, ૩૫૪, ૪૪૨, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪, તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text