23 ડિસેમ્બરે મોરબીના શક્તિધામ મંદિરે ભવ્ય લોકડાયરો યોજાશે

- text


મોરબીઃ મોરબીના શક્તિધામ મંદિરના લાભાર્થે મંદિરના પટાંગણમાં ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.

જય મહાકાલ સતવારા મિત્ર મંડળ દ્વારા મોરબીના માધાપર આજી રોડ પર આવેલા શક્તિધામ મંદિરના લાભાર્થે મંદિરના પટાંગણમાં તારીખ 23 ડિસેમ્બર ને શુક્રવારના રોજ રાત્રે 9-30 કલાકે ભવ્ય લોક ડાયરો યોજાશે. આ ભવ્ય લોક ડાયરામાં કલાકાર તરીકે વિવેક સાંચલા, અપેક્ષા પંડ્યા અને ગોવિંદ ગઢવી ભજનની રમઝટ બોલાવશે. લોક ડાયરો SHREE SHAKTI DHAM MANDIR MORBI યુટ્યુબ ચેનલ પર લાઈવ નિહાળી શકાશે.

- text

- text