માળીયા (મી.): વવાણીયા કન્યા શાળામાં આનંદ મેળો યોજાયો

- text


માળીયા (મી.): તાલુકાની વવાણીયા કન્યા શાળા ખાતે આજ રોજ તારીખ 21 ડિસેમ્બરના રોજ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ આનંદ મેળામાં વિદ્યાર્થિનીઓ દ્વારા વિવિધ વાનગીઓ જેવી કે, ભેળ, પાણીપુરી, ભૂંગળા બટાકા, બ્રેડ બટાકા, ચણા મસાલા, મસાલા દાળ, વેજીટેબલ સેન્ડવિચ, મસાલા છાસ અને જનરલ સ્ટોર જેવા અલગ અલગ સ્ટોલ ઉભા કરી વેચાણ કરવામાં આવ્યું હતું અને તમામ સ્ટોલનું સંચાલન શિક્ષકોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

માળિયા તાલુકાના બીઆરસી કો-ઓર્ડીનેટર મહેન્દ્રભાઈ રાઠોડ તથા મોરબી જિલ્લા એસટીપી કો-ઓર્ડીનેટર ડાભી સાહેબે આ આનંદ મેળાની મુલાકાત લઈ વિદ્યાર્થિનીઓનો ઉત્સાહ વધાર્યો હતો તથા કાર્યક્રમના આયોજન બદલ સમગ્ર શાળા પરિવારને બિરદાવ્યા હતા.

- text

- text